નિર્ગમન 8:32
પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.
And Pharaoh | וַיַּכְבֵּ֤ד | wayyakbēd | va-yahk-BADE |
hardened | פַּרְעֹה֙ | parʿōh | pahr-OH |
אֶת | ʾet | et | |
his heart | לִבּ֔וֹ | libbô | LEE-boh |
at this | גַּ֖ם | gam | ɡahm |
time | בַּפַּ֣עַם | bappaʿam | ba-PA-am |
also, | הַזֹּ֑את | hazzōt | ha-ZOTE |
neither | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
would he let | שִׁלַּ֖ח | šillaḥ | shee-LAHK |
the people | אֶת | ʾet | et |
go. | הָעָֽם׃ | hāʿām | ha-AM |
Cross Reference
નિર્ગમન 8:15
ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું.
નિર્ગમન 4:21
જે સમયે મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો, તે વખતે દેવે તેને કહ્યું, “જ્યારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મેં તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.
રોમનોને પત્ર 2:5
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
નિર્ગમન 7:13
ફારુને તેમ છતાં હઠાગ્રહ છોડયો નહિ અને લોકોને જવાની ના પાડી. અને યહોવાએ કહ્યું હતું તેમ, મૂસા અને હારુનની વાત સાંભળી નહિ.
નિર્ગમન 8:8
પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.”
યશાયા 63:17
હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા અને અમને તમારા માગોર્થી વાળ્યાં છે? પાછા આવો, તમારા સેવકોને ખાતર, જે કુળો તમારા જ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 28:26
‘આ લોકો પાસે જાઓ અને તેઓને કહો: તમે ધ્યાનથી સાંભળશો, પણ તમે સમજી શકશો નહિ! તમે જોશો અને તમે જોયા કરશો, પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ!
યાકૂબનો 1:13
જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી.