Base Word
בְּלִי
Short Definitionproperly, failure, i.e., nothing or destruction; usually (with preposition) without, not yet, because not, as long as, etc
Long Definition(subst) wearing out
Derivationfrom H1086
International Phonetic Alphabetbɛ̆ˈlɪi̯
IPA modbɛ̆ˈliː
Syllablebĕlî
Dictionbeh-LEE
Diction Modbeh-LEE
Usagecorruption, ig(norantly), for lack of, where no...is, so that no, none, not, un(awares), without
Part of speechnp2

ઊત્પત્તિ 31:20
યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે.

નિર્ગમન 14:11
તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.

પુનર્નિયમ 4:42
જયાં કોઈ માંણસે અગાઉના કોઈ પણ વેરઝેર વગર અજાણતાં કોઈ વ્યકિતનું ખૂન કર્યુ હોય, તો તે ત્યાં આશ્રય લઈ શકે. એવો માંણસ જો આ નગરમાંના કોઈનું શરણું લે તો તેનો જીવનો બચાવ થાય.

પુનર્નિયમ 9:28
નહિંતર તું અમને જે દેશમાંથી લઈ આવ્યો છે ત્યાંના લોકો કહેશે કે, ‘યહોવાએ એ લોકોને જે દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, તે તેમને ધિક્કારતા હતા માંટે તેમને અહીથી બહાર રણમાં માંરવા માંટે લઈ ગયા.’

પુનર્નિયમ 19:4
“જો કોઈ વ્યકિત બીજી વ્યકિતને અજાણતા અથવા, પહેલાંના કોઈ વેર વગર, માંરી નાખે અને પછી આમાંના કોઇ એક શહેરમાં આશ્રય લે તો તેનો જીવ બચી રહે,

પુનર્નિયમ 28:55
તે પોતાના જ સંતાનનું માંસ ખાશે પણ કુટુંબના અન્ય સભ્યને તેમાંથી ભાગ આપવાની ના પાડી દેશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ઘેરી લેશે અને તમને ખોરાક વિના તરફડાવશે ત્યારે તે આમ કરશે.

યહોશુઆ 20:3
અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.

યહોશુઆ 20:5
જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું.

2 શમએલ 1:21
હે ગિલ્બોઆના પર્વતો, તમાંરા પર વરસાદ કે ઝાકળ ન પડો. તમાંરાં ખેતરોમાં કઇ ન ઉપજે જેથી તમાંરા તરફથી કોઇ અર્પણો ન આવે. કારણ, યોદ્ધાઓની ઢાલ નકામી ગણીને ફેંકી દેવામાં આવી હતી અને શાઉલની ઢાલ જે તેલમાં બોળવામાં આવી ન હતી, કાટ ખાઇ ગઇ હતી અને ત્યાં પડેલી છે.

2 રાજઓ 1:3
પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ?

Occurences : 59

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்