Cross Reference
Deuteronomy 28:31
તમાંરાં ઢોરને તમાંરી આંખો સામે કાપવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ, તમાંરી નજર સામે તમાંરો ગધેડો ચોરાઈ જશે પરંતુ તે તમને પાછો મળશે નહિ. વળી તમાંરા ઘેટા બકરાં તમાંરા શત્રુઓ ઉઠાવી જશે છતાં કોઈ તમાંરી મદદે આવશે નહિ.
James 5:1
તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે.
Matthew 16:26
જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
Zephaniah 1:18
યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”
Proverbs 11:4
જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.
Job 27:14
જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
Job 21:30
ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
Job 20:18
એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે. જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ.
Job 20:10
દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે.
Job 5:5
તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!
2 Kings 20:17
એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ.
Revelation 18:17
આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!’“સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા.