Leviticus 10 - BBE (Gujarati)

1 And Nadab and Abihu, the sons of Aaron, took their vessels and put fire in them and perfume, burning strange fire before the Lord, which he had not given them orders to do.હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ ધૂપદાનીમાં અપવિત્ર આગ્નિમૂકયો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. અને તે ધૂપ યહોવાને ચઢાવ્યો. યહોવાએ તે ચઢાવવાની આજ્ઞા કરી નહોતી તેથી એ અગ્નિ અપવિત્ર હતો.

2 And fire came out from before the Lord, burning them up and causing their destruction before the Lord.તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો. અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા.

3 Then Moses said to Aaron, This is what the Lord said, I will be holy in the eyes of all those who come near to me, and I will be honoured before all the people. And Aaron said nothing.પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.” હારુન મૌન થઈ ગયો.

4 And Moses sent for Mishael and Elzaphan, the sons of Uzziel, the brother of Aaron's father, and said to them, Come near and take your brothers away from before the holy place, outside the tent-circle.ત્યાર પછી મૂસાએ હારુનના કાકા ઉઝઝીએલના પુત્રો મીશાએલને અને એલસાફાનને બોલાવડાવીને તેઓને કહ્યું, “આમ આવો, અને તમાંરા પિતરાઈ ભાઈઓને મંદિરના તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”

5 So they came and took them, in their coats, outside the tent-circle, as Moses had said.આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાંણે પોતાના પિતરાઈ ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા.

6 And Moses said to Aaron and to Eleazar and Ithamar, his sons, Do not let your hair be loose, and give no signs of grief; so that death may not overtake you, and his wrath come on all the people; but let there be weeping among your brothers and all the house of Israel for this burning of the Lord's fire.ત્યાદબાદ મૂસાએ હારુન અને તેના પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “તમે શોક ન કરો, શોકમાં તમાંરા વાળ છૂટા ન રાખો અને તમાંરાં કપડાં ન ફાડો, જો તમે તેમ કરશો તો દેવ તમને પણ માંરી નાખશે અને યહોવા ઇસ્રાએલી સમાંજ પર રોષે ભરાશે; પરંતુ બીજા બધા ઇસ્રાએલીઓ ભલે યહોવાએ મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માંટે આફ્રદ કરે ને શોક પાળે.

7 And do not go out from the door of the Tent of meeting, or death will come to you; for the holy oil of the Lord is on you. And they did as Moses said.પણ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળથી ખસસો નહિ. નહિ તો મૃત્યુ દંડ તમાંરા પર આવશે. કારણ, યહોવાના તેલથી તમાંરો અભિષેક કરવામાં આવેલો છે.” તેમણે મૂસાનાં કહ્યાં પ્રમાંણે કર્યું.

8 And the Lord said to Aaron:યહોવાએ હારુનને આજ્ઞા કરી,

9 Take no wine, or strong drink, you or your sons with you, when you go into the Tent of meeting, that it may not be the cause of death to you; this is an order for ever through all your generations.“તું અને તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દ્રાક્ષારસ કે કેફી પીણું પીવું નહિ, જો પીશો તો મૃત્યુ પામશો, આ નિયમ તારા પુત્રોને અને વંશ પરંપરા સદાને માંટે લાગુ પડે છે.

10 And make a division between the holy and the common, and between the unclean and the clean;તમાંરી જવાબદારી છે કે તમાંરે પવિત્ર અને અપવિત્ર વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ તેઓને સમજાવવો.

11 Teaching the children of Israel all the laws which the Lord has given them by the hand of Moses.અને યહોવાએ જે નિયમો મૂસાને આપ્યા હતા તે બધા નિયમો ઇસ્રાએલી લોકોને સમજાવવા.”

12 And Moses said to Aaron and to Eleazar and Ithamar, his sons who were still living, Take the rest of the meal offering from the offerings of the Lord made by fire, and take it for your food, without leaven, at the side of the altar, for it is most holy.મૂસાએ હારુનને અને તેના બાકી રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “યહોવાને ધરાવેલા ખાદ્યાર્પણમાંથી વધેલો લોટ તમાંરે લેવો અને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે જમવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.

13 It is to be for your food in a holy place, because it is your right and your sons' right, from the offerings of the Lord made by fire: for so am I ordered.મને એવી આજ્ઞા કરવામાં આવી છે કે તમાંરે એ પવિત્ર સ્થાને જમવી, યહોવાને ચઢાવેલા અર્પણમાંથી એ ભાગ તારો અને તારા પુત્રોનો થાય છે.

14 And the breast which is waved and the leg which is lifted up on high, you are to take as your food in a clean place; you and your sons and your daughters with you: for they are given to you as your right and your sons' right, from the peace-offerings of the children of Israel.“યહોવા સમક્ષ ધરાવેલાં આરત્યાર્પણનાં પશુનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ કોઈ પવિત્ર સ્થળે જમવો. કારણ કે ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલ શાંત્યર્પણમાંથી એ ભાગનો અધિકાર તારો અને તારાં પુત્રપુત્રીઓનો થાય છે.

15 Let them take the breast which is waved and the leg which is lifted up on high, with the fat of the burned offering, to be waved for a wave offering before the Lord; and this will be for you and for your sons with you, for a right for ever, as the Lord has given orders.ચરબી હોમવા લાવતી વખતે આરત્યર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યાજકો માંટે યહોવાને ચઢાવવા લોકોએ સાથે લાવવો, આ ચઢાવાની યહોવા સામે આરતી કરવી. યહોવાએ જણાવ્યા મુજબ એ તને અને તારા પુત્રોને તમાંરા કાયમી અધિકારના ભાગની જેમ મળવો જોઈએ.”

16 And Moses was looking for the goat of the sin-offering, but it was burned; and he was angry with Eleazar and Ithamar, the sons of Aaron, who were still living, saying,મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની તપાસ કરી, તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો, તે હારુનના જીવતા રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંર પર ગુસ્સે થયો.

17 Why did you not make a meal of the sin-offering in the holy place? For it is most holy and he has given it to you, so that the sin of the people may be put on it, to take away their sin before the Lord.અને તેણે કહ્યું, “તમે એ પાપાર્થાર્પણ પવિત્રસ્થઆનમાં શા માંટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે, એ તમને લોકોના દોષ દૂર કરી, યહોવા સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલ હતું.

18 See, its blood was not taken into the holy place: certainly it was right for you to have taken it as food in the holy place, as I gave orders.તેનું લોહી પવિત્રસ્થાનમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી પ્રાયશ્ચિતનો એ અર્પણ તમાંરે માંરી આજ્ઞા મુજબ પવિત્રસ્થાનમાં જ જમવો જોઈતો હતો.”

19 And Aaron said to Moses, You have seen that today they have made their sin-offering and their burned offering before the Lord, and such things as these have come on me. If I had taken the sin-offering as food today, would it have been pleasing to the Lord?પરંતુ હારુને મૂસાને કહ્યું, “જુઓ, આજે એ લોકોએ પોતાના પાપાર્થાર્પણ અને દહનાર્પણ યહોવા સમક્ષ ધરાવ્યો છે, અને માંરી આ દશા થઈ છે. પરંતુ જો હું આજે પાપાર્થાર્પણ જમ્યો હોત, તો શું તેથી યહોવા પ્રસન્ન થયા હોત?”

20 And after hearing this, Moses was no longer angry.જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તેને એ સાચું લાગ્યું અને સંતોષ થયો.

Gujarati Bible