Leviticus 22 - YLT (Gujarati)

1 And Jehovah speaketh unto Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,

2 `Speak unto Aaron, and unto his sons, and they are separated from the holy things of the sons of Israel, and they pollute not My holy name in what they are hallowing to Me; I `am' Jehovah.“હારુનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ: લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ માંરા પવિત્ર નામને કલંક ન લગાવે. હું યહોવા છું.

3 `Say unto them, To your generations, any man who draweth near, out of all your seed, unto the holy things which the sons of Israel do sanctify to Jehovah, and his uncleanness on him -- even that person hath been cut off from before Me; I `am' Jehovah.તું તેમને કહે: તમાંરો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાએલીઓએ મને ધરાવેલા અર્પણની પાસે આવે તો તેને માંરી સેવામાંથી યાજકપદેથી દૂર કરવો. હું યહોવા છું.

4 `Any man of the seed of Aaron, and is leprous or hath an issue -- of the holy things he doth not eat till that he is clean; and he who is coming against any uncleanness of a person, or a man whose seed of copulation goeth out from him,“હારુનના વંશના જે કોઈને કોઢ થયો હોય અથવા સ્રાવ થતો હોય; તેણે શુદ્ધ થતાં સુધી પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો યાજક મૃતદેહને અડે અથવા યાજકને વીર્ય સ્રાવ થયો હોય.

5 or a man who cometh against any teeming thing which is unclean to him, or against a man who is unclean to him, even any of his uncleanness --અથવા સર્પવર્ગના પ્રાણીનો કે મનાઈ કરેલી વસ્તુઓ સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અકડે;

6 the person who cometh against it -- hath even been unclean till the evening, and doth not eat of the holy things, but hath bathed his flesh with water,તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સાંજે તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશુંય ખાવું નહિ.

7 and the sun hath gone in, and he hath been clean, and afterwards he doth eat of the holy things, for it `is' his food;સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય, અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે પર તેના જીવનનો આધાર છે.

8 a carcase or torn thing he doth not eat, for uncleanness thereby; I `am' Jehovah.“તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જનાવરે ફાડી નાખેલું પ્રાણી ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું.

9 `And they have kept My charge, and bear no sin for it, that they have died for it when they pollute it; I `am' Jehovah sanctifying them.“તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.

10 `And no stranger doth eat of the holy thing; a settler of a priest and an hireling doth not eat of the holy thing;યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.

11 and when a priest buyeth a person, the purchase of his money, he doth eat of it, also one born in his house; they do eat of his bread.આમાં એક અપવાદ છે જો યાજકે પોતાના નાણાથી ચાકર ખરીદેલો હોય તો તે ચાકર અને યાજકના ઘરમાં જન્મેલા ચાકર બાળકો આ પવિત્ર અર્પણ જમી શકે.

12 `And a priest's daughter, when she is a strange man's, -- she, of the heave-offering of the holy things doth not eat;યાજકની દીકરીના લગ્ન જે માંણસ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.

13 and a priest's daughter, when she is a widow, or cast out, and hath no seed, and hath turned back unto the house of her father, as `in' her youth, of her father's bread she doth eat; but no stranger doth eat of it.“પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.

14 `And when a man doth eat of a holy thing through ignorance, then he hath added its fifth part to it, and hath given `it' to the priest, with the holy thing;“જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના 20ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.

15 and they do not pollute the holy things of the sons of Israel -- that which they lift up to Jehovah,“યાજકોએ ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલાં અર્પણનો પોતાનો ભાગ યાજક ન હોય એવા લોકોને ખાવા દઈ એને ભ્રષ્ટ કરવો નહિ.

16 nor have caused them to bear the iniquity of the guilt-offering in their eating their holy things; for I `am' Jehovah, sanctifying them.'યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”

17 And Jehovah speaketh unto Moses, saying,યહોવા દેવે મૂસાને કહ્યું,

18 `Speak unto Aaron, and unto his sons, and unto all the sons of Israel, and thou hast said unto them, Any man of the house of Israel, or of the sojourners in Israel, who bringeth near his offering, of all his vows, or of all his willing offerings which they bring near to Jehovah for a burnt-offering;“તું હારુનને અને તેના પુત્રોને તથા તમાંમ ઇસ્રાએલીઓને કહે કે જો કોઈ ઇસ્રાએલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી માંનતા પૂરી કરવા માંટે દહનાર્પણ તરીકે યહોવાને ઢોર કે ઘેટાં બકરાંની આહુતિ ચઢાવે,

19 at your pleasure a perfect one, a male of the herd, of the sheep or of the goats;તો તે પશ ખોડખાંપણ વગરનું નર હોય તો જ સ્વીકાર્ય બને.

20 nothing in which `is' blemish do ye bring near, for it is not for a pleasing thing for you.તેથી તમાંરે ખોડવાળું પશુ ચઢાવવું નહિ, નહિ તો તે અસ્વીકાર્ય થશે.

21 `And when a man bringeth near a sacrifice of peace-offerings to Jehovah, to complete a vow, or for a willing-offering, of the herd or of the flock, it is perfect for a pleasing thing: no blemish is in it;“જો કોઈ વ્યક્તિ માંનતા પૂરી કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા સમક્ષ વિશેષ ભેટ તરીકે લાવે, તો તે પ્રાણી બળદ અથવા ઘેટું હોઈ શકે પણ તેમાં કોઈ દોષ હોવો ન જોઈએ, નહિ તો તે અમાંન્ય થશે.

22 blind, or broken, or maimed, or having a wen, or scurvy, or scabbed -- ye do not bring these near to Jehovah, and a fire-offering ye do not make of them on the altar to Jehovah.તમાંરે યહોવાને આંધળું, લૂલું, અપંગ, ઈજા પામેલ અંગવાળું, વહેતા ધારાવાળું, ગદગૂમડાવાળું કે પરુંવાળું પ્રાણી ચઢાવવું નહિ, એવું કોઈ પ્રાણી યહોવાને અર્પણ તરીકે વેદી પર ધરાવવું નહિ.

23 `As to an ox or a sheep enlarged or dwarfed -- a willing-offering ye do make it, but for a vow it is not pleasing.“જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ.

24 As to a bruised, or beaten, or enlarged, or cut thing -- ye do not bring `it' near to Jehovah; even in your land ye do not do it.“જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમાંરે યહોવાને ધરાવવું નહિ, તમાંરા દેશમાં એવું કદી કરવું નહિ.

25 And from the hand of a son of a stranger ye do not bring near the bread of your God, of any of these, for their corruption `is' in them; blemish `is' in them; they are not pleasing for you.'“જે વિદેશીઓ તેવા પશુઓને યહોવાને અર્પણ તરીકે લાવે, તો તમાંરે એનો સ્વીકાર ન કરવો. કારણકે પ્રાણી અપંગ હોઈ શકે અને તેમને ખોડખાંપણ હોઈ શકે, તેથી તે સ્વીકારાય નહિ.”

26 And Jehovah speaketh unto Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,

27 `When ox or lamb or goat is born, and it hath been seven days under its dam, then from the eighth day and henceforth, it is pleasing for an offering, a fire-offering to Jehovah;“જયારે કોઈ વાછરડું, લવારુ કે બકરું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની માં પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમાં દિવસે અને તે પછી તે યહોવા સમક્ષ અગ્નિ દ્વારા યજ્ઞ માંટે માંન્ય થશે.

28 but an ox or sheep -- it and its young one, ye do not slaughter in one day.તમાંરે એક જ દિવસે બચ્ચાંનો તથા તેની માંનો વધ કરવો નહિ. પછી તે ગાય હોય કે ઘેટી.

29 `And when ye sacrifice a sacrifice of thanksgiving to Jehovah, at your pleasure ye do sacrifice,“જો તમને વિશેષ આભારાર્થે દેવને અર્પણ આપવાની ઈચ્છા હોય, તો તે ભેટ આપવાની તમને છૂટ છે. પણ તે તમાંરે એ રીતે આપવું જેથી તેઓ પ્રસન્ન થાય.

30 on that day it is eaten, ye do not leave of it till morning; I `am' Jehovah;તમાંરે તે જ દિવસે તે આખુ પ્રાણી જમી લેવું. બીજા દિવસે સવાર માંટે તેમાંથી કાંઈ રાખવું નહિ. હું યહોવા છું.

31 and ye have kept my commands, and have done them; I `am' Jehovah;“તમાંરે માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું.

32 and ye do not pollute My holy name, and I have been hallowed in the midst of the sons of Israel; I `am' Jehovah, sanctifying you,તમાંરે માંરા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇસ્રાએલીઓએ માંરી પવિત્રતા જાળવવી. હું તમને પવિત્ર કરનાર યહોવા છું.

33 who am bringing you up out of the land of Egypt, to become your God; I `am' Jehovah.'હું તમને મિસરમાંથી તમાંરો દેવ થવા માંટે લઈ આવ્યો હતો. હું યહોવા છું.”

Gujarati Bible