Leviticus 7 - ASV (Gujarati)
1 And this is the law of the trespass-offering: it is most holy.“દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે:
2 In the place where they kill the burnt-offering shall they kill the trespass-offering; and the blood thereof shall he sprinkle upon the altar round about.દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.
3 And he shall offer of it all the fat thereof: the fat tail, and the fat that covereth the inwards,“યાજકે એની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી, જાડી પૂંછડી, આંતરડા પરની ચરબી,
4 and the two kidneys, and the fat that is on them, which is by the loins, and the caul upon the liver, with the kidneys, shall he take away;બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી, અને કાળજાનો ચરબીવાળો ભાગ આ સર્વ આહુતિ માંટે એક બાજુ રાખવું.
5 and the priest shall burn them upon the altar for an offering made by fire unto Jehovah: it is a trespass-offering.યાજકે યહોવાને ચઢાવવામાં આવેલી આહુતિ તરીકે વેદી પર હોમી દેવી. એ દોષાર્થાર્પણની આહુતિ છે.
6 Every male among the priests shall eat thereof: it shall be eaten in a holy place: it is most holy.“યાજકના પરિવારનો કોઈ પણ પુરુષ સભ્ય તે જમી શકે. તે અતિ પવિત્ર છે; તેથી તે પવિત્ર જગ્યાએ જ જમવું.
7 As is the sin-offering, so is the trespass-offering; there is one law for them: the priest that maketh atonement therewith, he shall have it.પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ માંટે એક જ નિયમ છે. એ યજ્ઞ કરનાર યાજકને મળે.
8 And the priest that offereth any man's burnt-offering, even the priest shall have to himself the skin of the burnt-offering which he hath offered.કોઈ વ્યક્તિને ચઢાવેલા દહનાર્પણના પશુનું ચામડું હોમનાર યાજકને મળે.
9 And every meal-offering that is baken in the oven, and all that is dressed in the frying-pan, and on the baking-pan, shall be the priest's that offereth it.ભઠ્ઠીમાં બનાવેલું, અથવા કડાઈમાં તળેલુ કે તવામાં શેકેલું ખાદ્યાર્પણ તેને ધરાવનાર યાજકનું થાય.
10 And every meal-offering, mingled with oil, or dry, shall all the sons of Aaron have, one as well as another.અન્ય બીજાં બધાં ખાદ્યાર્પણો તેલમાં મોહ્યેલા કે મોહ્યા વગરના હારુનના પુત્રોની-યાજકોની સહિયારી માંલિકીના ગણય. તેથી બધા યાજકોએ તે સરખે ભાગે વહેંચી લેવાં.
11 And this is the law of the sacrifice of peace-offerings, which one shall offer unto Jehovah.“યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.
12 If he offer it for a thanksgiving, then he shall offer with the sacrifice of thanksgiving unleavened cakes mingled with oil, and unleavened wafers anointed with oil, and cakes mingled with oil, of fine flour soaked.જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા.
13 With cakes of leavened bread he shall offer his oblation with the sacrifice of his peace-offerings for thanksgiving.શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલી ભેગી મુકવી.
14 And of it he shall offer one out of each oblation for a heave-offering unto Jehovah; it shall be the priest's that sprinkleth the blood of the peace-offerings.આમાંની એક રોટલી જે યાજક શાંત્યર્પણનુ લોહી છાંટે તેને આપવામાં આવશે.
15 And the flesh of the sacrifice of his peace-offerings for thanksgiving shall be eaten on the day of his oblation; he shall not leave any of it until the morning.જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.
16 But if the sacrifice of his oblation be a vow, or a freewill-offering, it shall be eaten on the day that he offereth his sacrifice; and on the morrow that which remaineth of it shall be eaten:“જો કોઈ વ્યક્તિ બાધાનો કે સ્વેચ્છાનો અર્પણ ચઢાવતો હોય તો તે ચઢાવે તે જ દિવસે અને તે પછીના દિવસે પણ જમી શકાય.
17 but that which remaineth of the flesh of the sacrifice on the third day shall be burnt with fire.પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું.
18 And if any of the flesh of the sacrifice of his peace-offerings be eaten on the third day, it shall not be accepted, neither shall it be imputed unto him that offereth it: it shall be an abomination, and the soul that eateth of it shall bear his iniquity.કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.
19 And the flesh that toucheth any unclean thing shall not be eaten; it shall be burnt with fire. And as for the flesh, every one that is clean shall eat thereof:“જો માંસ કોઈ અપવિત્ર વસ્તુને અડેલું હોય, તો તે જમી શકાય નહિ, તેથી તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે શાંત્યર્પણનું માંસ જમી શકે છે.
20 but the soul that eateth of the flesh of the sacrifice of peace-offerings, that pertain unto Jehovah, having his uncleanness upon him, that soul shall be cut off from his people.જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.
21 And when any one shall touch any unclean thing, the uncleanness of man, or an unclean beast, or any unclean abomination, and eat of the flesh of the sacrifice of peace-offerings, which pertain unto Jehovah, that soul shall be cut off from his people.“જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”
22 And Jehovah spake unto Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,
23 Speak unto the children of Israel, saying, Ye shall eat no fat, of ox, or sheep, or goat.“ઇસ્રાએલી પ્રજાને કહે કે તમાંરે કોઈ બળદ, ઘેટાં કે બકરાની ચરબી ખાવી નહિ.
24 And the fat of that which dieth of itself, and the fat of that which is torn of beasts, may be used for any other service; but ye shall in no wise eat of it.કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ માંરી નાખેલા પશુની ચરબીનો બીજો ગમે તે ઉપયોગ કરવો પણ તમાંરે તે ખાવું નહિ.
25 For whosoever eateth the fat of the beast, of which men offer an offering made by fire unto Jehovah, even the soul that eateth it shall be cut off from his people.જો કોઈ વ્યક્તિ યહોવાને આહુતિ તરીકે ધરાવેલા પશુની ચરબી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
26 And ye shall eat no manner of blood, whether it be of bird or of beast, in any of your dwellings.“તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ.
27 Whosoever it be that eateth any blood, that soul shall be cut off from his people.છતાં જો કોઈ લોહી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.”
28 And Jehovah spake unto Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,
29 Speak unto the children of Israel, saying, He that offereth the sacrifice of his peace-offerings unto Jehovah shall bring his oblation unto Jehovah out of the sacrifice of his peace-offerings:“ઇસ્રાએલી લોકોને આ કહે કે જે કોઈએ યહોવાને શાંત્યર્પણ ચઢાવવા લાવે તેણે તેનો અમુક ભાગ યહોવાને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
30 his own hands shall bring the offerings of Jehovah made by fire; the fat with the breast shall he bring, that the breast may be waved for a wave-offering before Jehovah.તેણે પોતાને હાથે એ ભાગ લાવવો. તેણે ચરબી અને પ્રાણીની છાતી યાજક પાસે લાવવા. યાજકે છાતીને ઉચી કરવી અને આરતી અર્પણ કરીને યહોવાને અર્પણ કરવી.
31 And the priest shall burn the fat upon the altar; but the breast shall be Aaron's and his sons'.યાજકે ચરબી વેદીમાં હોમી દેવી, પણ છાતીનો ભાગ હારુનના વંશના યાજકોનો થાય.
32 And the right thigh shall ye give unto the priest for a heave-offering out of the sacrifices of your peace-offerings.તમાંરા શાંત્યર્પણના પશુની જમણી જાંઘ પણ યાજકને આપવી.
33 He among the sons of Aaron that offereth the blood of the peace-offerings, and the fat, shall have the right thigh for a portion.એ જમણી જાંઘ જે યાજક શાંત્યર્પણને પશુનું લોહી અને તેની ચરબી ધરાવે તેના ભાગમાં જાય.
34 For the wave-breast and the heave-thigh have I taken of the children of Israel out of the sacrifices of their peace-offerings, and have given them unto Aaron the priest and unto his sons as `their' portion for ever from the children of Israel.ઇસ્રાએલીઓએ ધરાવેલા આરતીનાં પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉ છું અને યાજક હારુનને અને તેના વંશજોને આપું છું. ઇસ્રાએલીઓ તરફથી એમને મળવું જોઈતું આ કાયમનું દાપું છે.”
35 This is the anointing-portion of Aaron, and the anointing-portion of his sons, out of the offerings of Jehovah made by fire, in the day when he presented them to minister unto Jehovah in the priest's office;જે દિવસે હારુન અને તેના પુત્રોનો યાજક પદે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને યહોવાને ધરાવેલા અભિષેકના હિસ્સામાંથી એ દાપુ આપ્યું હતું.
36 which Jehovah commanded to be given them of the children of Israel, in the day that he anointed them. It is `their' portion for ever throughout their generations.જે દિવસે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાએ આ ભાગો તેમને આપવાની ઇસ્રાએલીઓને આજ્ઞા કરી હતી, આ નિયમ સદા માંટે તેમના બધા વંશજોને માંટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.”
37 This is the law of the burnt-offering, of the meal-offering, and of the sin-offering, and of the trespass-offering, and of the consecration, and of the sacrifice of peace-offerings;દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે.
38 which Jehovah commanded Moses in mount Sinai, in the day that he commanded the children of Israel to offer their oblations unto Jehovah, in the wilderness of Sinai.સિનાઈના રણમાં યહોવાએ ઇસ્રાએલપુત્રોને અર્પણ ચઢાવવા માંટેની આજ્ઞા કરી હતી, ત્યારે તે દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાંણે આજ્ઞા કરી હતી.
Gujarati Bible