Leviticus 9 - WBT (Gujarati)

1 And it came to pass on the eighth day, that Moses called Aaron and his sons, and the elders of Israel;આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા.

2 And he said to Aaron, Take thee a young calf for a sin-offering, and a ram for a burnt-offering, without blemish, and offer them before the LORD.મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર.

3 And to the children of Israel thou shalt speak, saying, Take ye a kid of the goats for a sin-offering; and a calf and a lamb, both of the first year, without blemish, for a burnt-offering;ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.

4 Also a bullock and a ram for peace-offerings, to sacrifice before the LORD; and a meat-offering mingled with oil: for to-day the LORD will appear to you.તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.”‘

5 And they brought that which Moses commanded before the tabernacle of the congregation: and all the congregation drew near and stood before the LORD.આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા.

6 And Moses said, This is the thing which the LORD commanded that ye should do: and the glory of the LORD shall appear to you.તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”

7 And Moses said to Aaron, Go to the altar, and offer thy sin-offering, and thy burnt-offering, and make an atonement for thyself, and for the people: and offer the offering of the people, and make an atonement for them; as the LORD commanded.પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”

8 Aaron therefore went to the altar, and slew the calf of the sin-offering, which was for himself.હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો.

9 And the sons of Aaron brought the blood to him: and he dipped his finger in the blood, and put it upon the horns of the altar, and poured out the blood at the bottom of the altar:તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.

10 But the fat, and the kidneys, and the caul above the liver of the sin-offering, he burnt upon the altar; as the LORD commanded Moses.ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં.

11 And the flesh and the hide he burnt with fire without the camp.પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.

12 And he slew the burnt-offering; and Aaron's sons presented to him the blood, which he sprinkled around upon the altar.ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું.

13 And they presented the burnt-offering to him, with the pieces of it, and the head: and he burnt them upon the altar.પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં.

14 And he washed the inwards and the legs, and burnt them upon the burnt-offering on the altar.પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.

15 And he brought the people's offering, and took the goat, which was the sin-offering for the people, and slew it, and offered it for sin, as the first.પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.

16 And he brought the burnt-offering, and offered it according to the manner.પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ.

17 And he brought the meat-offering, and took a handful of it, and burnt it upon the altar, beside the burnt-sacrifice of the morning.પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.

18 He slew also the bullock and the ram for a sacrifice of peace-offerings, which was for the people: and Aaron's sons presented to him the blood, which he sprinkled around upon the altar,તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.

19 And the fat of the bullock, and of the ram, the rump, and that which covereth the inwards, and the kidneys, and the caul above the liver:અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ.

20 And they put the fat upon the breasts, and he burnt the fat upon the altar:આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું.

21 And the breasts and the right shoulder Aaron waved for a wave-offering before the LORD; as Moses commanded.અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો.

22 And Aaron lifted up his hand towards the people, and blessed them; and came down from offering the sin-offering, and the burnt-offering, and peace-offerings.ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.

23 And Moses and Aaron went into the tabernacle of the congregation, and came out, and blessed the people: and the glory of the LORD appeared to all the people.મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા.

24 And there came out a fire from before the LORD, and consumed upon the altar the burnt-offering and the fat: which, when all the people saw, they shouted, and fell on their faces.યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.

Gujarati Bible