Leviticus 9 - YLT (Gujarati)

1 And it cometh to pass on the eighth day, Moses hath called for Aaron and for his sons, and for the elders of Israel,આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા.

2 and he saith unto Aaron, `Take to thyself a calf, a son of the herd, for a sin-offering, and a ram for a burnt-offering, perfect ones, and bring near before Jehovah.મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર.

3 `And unto the sons of Israel thou dost speak, saying, Take ye a kid of the goats for a sin-offering, and a calf, and a lamb, sons of a year, perfect ones, for a burnt-offering,ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.

4 and a bullock and a ram for peace-offerings, to sacrifice before Jehovah, and a present mixed with oil; for to-day Jehovah hath appeared unto you.'તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.”‘

5 And they take that which Moses hath commanded unto the front of the tent of meeting, and all the company draw near and stand before Jehovah;આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા.

6 and Moses saith, `This `is' the thing which Jehovah hath commanded; do `it', and the honour of Jehovah doth appear unto you.'તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”

7 And Moses saith unto Aaron, `Draw near unto the altar, and make thy sin-offering, and thy burnt-offering, and make atonement for thyself, and for the people, and make the offering of the people, and make atonement for them, as Jehovah hath commanded.'પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”

8 And Aaron draweth near unto the altar, and slaughtereth the calf of the sin-offering, which `is' for himself;હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો.

9 and the sons of Aaron bring the blood near unto him, and he dippeth his finger in the blood, and putteth `it' on the horns of the altar, and the blood he hath poured out at the foundation of the altar;તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.

10 and the fat, and the kidneys, and the redundance of the liver, of the sin-offering, he hath made a perfume on the altar, as Jehovah hath commanded Moses;ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં.

11 and the flesh and the skin he hath burnt with fire, at the outside of the camp.પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.

12 And he slaughtereth the burnt-offering, and the sons of Aaron have presented unto him the blood, and he sprinkleth it on the altar round about;ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું.

13 and the burnt-offering they have presented unto him, by its pieces, and the head, and he maketh perfume on the altar;પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં.

14 and he washeth the inwards and the legs, and maketh perfume for the burnt-offering on the altar.પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.

15 And he bringeth near the offering of the people, and taketh the goat of the sin-offering which `is' for the people, and slaughtered it, and maketh it a sin-offering, like the first;પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.

16 and he bringeth near the burnt-offering, and maketh it, according to the ordinance;પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ.

17 and he bringeth near the present, and filleth his palm with it, and maketh perfume on the altar, apart from the burnt-offering of the morning.પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.

18 And he slaughtereth the bullock and the ram, a sacrifice of the peace-offerings, which `are' for the people, and sons of Aaron present the blood unto him (and he sprinkleth it on the altar round about),તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.

19 and the fat of the bullock, and of the ram, the fat tail, and the covering `of the inwards', and the kidneys, and the redundance above the liver,અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ.

20 and they set the fat on the breasts, and he maketh perfume with the fat on the altar;આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું.

21 and the breasts, and the right leg hath Aaron waved -- a wave-offering before Jehovah, as He hath commanded Moses.અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો.

22 And Aaron lifteth up his hand towards the people, and blesseth them, and cometh down from making the sin-offering, and the burnt-offering, and the peace-offerings.ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.

23 And Moses goeth in -- Aaron also -- unto the tent of meeting, and they come out, and bless the people, and the honour of Jehovah appeareth unto all the people;મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા.

24 and fire cometh out from before Jehovah, and consumeth on the altar the burnt-offering, and the fat; and all the people see, and cry aloud, and fall on their faces.યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.

Gujarati Bible