Luke 10:6
જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે.
And | καὶ | kai | kay |
if | ἐὰν | ean | ay-AN |
μέν | men | mane | |
the | ᾖ | ē | ay |
son | ἐκεῖ | ekei | ake-EE |
peace of | υἱὸς | huios | yoo-OSE |
be | εἰρήνης | eirēnēs | ee-RAY-nase |
there, | ἐπαναπαύσεται | epanapausetai | ape-ah-na-PAF-say-tay |
your | ἐπ' | ep | ape |
peace | αὐτὸν | auton | af-TONE |
rest shall | ἡ | hē | ay |
upon | εἰρήνη | eirēnē | ee-RAY-nay |
it: | ὑμῶν· | hymōn | yoo-MONE |
if | εἰ | ei | ee |
δὲ | de | thay | |
not, | μήγε, | mēge | MAY-gay |
turn shall it again. | ἐφ' | eph | afe |
to | ὑμᾶς | hymas | yoo-MAHS |
you | ἀνακάμψει | anakampsei | ah-na-KAHM-psee |
Cross Reference
Psalm 35:13
તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો પહેરીને મારી દિલગીરી બતાવી હતી. તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
2 Corinthians 2:15
જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ.
2 Thessalonians 3:16
અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિનો પ્રભુ તમને શાંતિ બક્ષો. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે તમને પ્રત્યેક સમયે અને પ્રત્યેક પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમારા બધાની સાથે હો.
1 Samuel 25:17
તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”
Isaiah 9:6
કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”
Ephesians 2:2
હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે.
Ephesians 5:6
તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી.
James 3:18
જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
1 Peter 1:14
ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો.