Cross Reference
Matthew 10:30
દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે.
1 Samuel 14:45
પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો.
Luke 12:7
હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.
1 Samuel 25:29
હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે.
2 Samuel 14:11
ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.”રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં “
Acts 27:34
હું તમને હવે વિનંતી કરું છું કે, તમે કંઈક ખાઓ.” ‘પછી તેણે આ કહ્યું. ‘તમારે જીવતા રહેવા માટે આ તમારા માટે જરુંરી છે. તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી,”