Numbers 20 - BBE (Gujarati)
1 In the first month all the children of Israel came into the waste land of Zin, and put up their tents in Kadesh; there death came to Miriam, and they put her body to rest in the earth.પહેલા મહિનામાં બધાં ઇસ્રાએલીઓ સીનના અરણ્યમાં આવ્યાં અને કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મરિયમનું અવસાન થતાં તેને દફનાવવામાં આવી.
2 And there was no water for the people: and they came together against Moses and against Aaron.તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા.
3 And the people were angry with Moses and said, If only death had overtaken us when our brothers came to their death before the Lord!એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત.
4 Why have you taken the Lord's people into this waste, for death to come to us and to our cattle there?તું યહોવાના સમાંજને ઈરાદાપૂર્વક આ અરણ્યમાં લાવ્યો છે, અમે અને અમાંરા ઘેટાંબકરાં તથા ઢોરઢાંખર અહીં મરી જઈએ એટલા માંટે તું લઈ આવ્યો છે?
5 Why have you made us come out of Egypt into this evil place? This is no place of seed or figs or vines or other fruits, and there is no water for drinking.તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને આ ખરાબ જગ્યાએ લઈ આવ્યો? આ જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.”
6 Then Moses and Aaron went away from the people to the door of the Tent of meeting; and, falling on their faces there, they saw the glory of the Lord.મૂસા અને હારુન તેઓ પાસેથી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ ગયા. તેમણે ભૂમિ પર પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને યહોવાના ગૌરવે તેમને દર્શન દીધાં.
7 And the Lord said to Moses,યહોવાએ મૂસાને કહ્યું,
8 Take the rod, you and Aaron, your brother, and make all the people come together, and before their eyes give orders to the rock to give out its water; and so make water come out of the rock for them, and give the people and their cattle drink.“તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”
9 And Moses took the rod from before the Lord as he gave him orders.યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી.
10 Then Moses and Aaron made the people come together in front of the rock, and he said to them, Give ear now, you people whose hearts are turned from the Lord; are we to get water for you out of the rock?પછી મૂસાએ અને હારુને સમગ્ર સમાંજને ખડક આગળ ભેગો કર્યો અને તેણે તેઓને કહ્યું, “ઓ બંડખોરો, સાંભળો, અમે શું આ ખડકમાંથી તમાંરા માંટે પાણી કાઢીએ?”
11 And lifting up his hand, Moses gave the rock two blows with his rod: and water came streaming out, and the people and their cattle had drink enough.પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.
12 Then the Lord said to Moses and Aaron, Because you had not enough faith in me to keep my name holy before the children of Israel, you will not take this people into the land which I have given them.પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”
13 These are the waters of Meribah; because the children of Israel went against the Lord, and they saw that he was holy among them.આ સ્થળનું નામ ‘મરીબાહ’ નું પાણી એટલે ‘તકરારનું પાણી’ પાડવામાં આવ્યું કારણ કે, ‘મરીબાહ’ ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.
14 Then Moses sent men from Kadesh to the king of Edom to say to him, Your brother Israel says, You have knowledge of all the things we have been through;કાદેશથી મૂસાએ આ સંદેશા સાથે સંદેશવાહકો એદોમના રાજાને મોકલ્યા, “આ સંદેશો તમાંરા ઇસ્રાએલી ભાઈઓ તરફથી છે. અમાંરે કેવી હાડમાંરી સહન કરવી પડી છે એ તમે જાણો છો.
15 How our fathers went down into Egypt, and we were living in Egypt for a long time; and the Egyptians were cruel to us and to our fathers:અમાંરા પિતૃઓ મિસર ગયા હતા અને ત્યાં અમે લાંબો સમય રહ્યાં હતાં પરિણામે તેઓ મિસરવાસીઓના ગુલામો બન્યા.
16 And the Lord gave ear to the voice of our cry, and sent an angel and took us out of Egypt: and now we are in Kadesh, a town on the edge of your land;પરંતુ અમે યહોવાને પોકારીને કહ્યું ત્યારે તેમએ અમાંરો પોકાર સાંભળીને એક દેવદૂતને મોકલી આપ્યો, જે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.“અત્યારે અમે તમાંરી સરહદે આવેલા કાદેશમાં છાવણી કરી છે.
17 Let us now go through your land: we will not go into field or vine-garden, or take the water of the springs; we will go by the highway, not turning to the right or to the left, till we have gone past the limits of your land.કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવાની રજા આપો. અમે તમાંરા ખેતરમાંથી કે દ્રાક્ષનીવાડીઓમાંથી પસાર થઈશું નહિ, કે તમાંરા કૂવાનું પાણી પણ પીશું નહિ, અમે આમ કે તેમ વાંકાચૂકા ગયા વિના રાજમાંર્ગે તમાંરો દેશ વટાવી જઈશું.”
18 And Edom said, You are not to go through my land, for if you do I will come out against you with the sword.પરંતુ અદોમના રાજાઓ કહ્યું, “તમાંરે અમાંરા દેશમાં થઈને જવાનું નથી. જો તમે ગયા તો અમે તરવાર લઈને સામાં થઈશું.”
19 And the children of Israel said to him, We will go up by the highway: and if we or our cattle take of your water, we will give you a price for it: only let us go through on our feet, nothing more.ઇસ્રાએલીઓએ કહ્યું, “અમે રાજમાંર્ગ થઈને ચાલ્યા જઈશું. જો અમે અને અમાંરાં પશુઓ તમાંરું પાણી પીશું તો અમે તેની રકમ ચૂકવીશું. અમે ફકત તમાંરા દેશમાં થઈને પગપાળા જવાની રજા માંગીએ છીએ.”
20 But he said, You are not to go through. And Edom came out against them in his strength, with a great army.છતાં અદોમના રાજાએ ચેતવણી આપીને કહ્યું, “નહિ, તમાંરે જવાનું નથી. માંરા દેશની બહાર રહો.”પછી પોતાનું સૈન્ય એકત્ર કરીને પૂરી તાકાતથી તેમની સામે લડવા માંટે ઘસી આવ્યો.
21 So Edom would not let Israel go through his land; and Israel went in another direction.અદોમીઓએ ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી એટલે ઇસ્રાએલીઓ ફરીને બીજે રસ્તે ગયો.
22 And they went on from Kadesh, and came, with all their people, to Mount Hor.ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો.
23 And at Mount Hor, at the edge of the land of Edom, the Lord said to Moses and Aaron,ત્યાં યહોવાએ મૂસાને અને હારુનને કહ્યુ,
24 Aaron will be put to rest with his people; he will not go into the land which I have given to the children of Israel, because you went against my word at the waters of Meribah.“હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
25 So take Aaron and Eleazar, his son, up into Mount Hor;“હારુન અને તેના પુત્ર એલઆઝારને લઈને તું હોર પર્વત ઉપર જા.
26 And take Aaron's robes off him and put them on Eleazar, his son: and death will come to Aaron there, and he will be put to rest with his people.ત્યાં તું હારુનના યાજક તરીકેનાં વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆજારને એ પહેરાવજે. હારુન ત્યાં અવસાન પામશે.”
27 So Moses did as the Lord had said, and before the eyes of all the people they went up Mount Hor.મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. સમગ્ર સમાંજના દેખતાં જ તે લોકો હોર પર્વત પર ગયા.
28 And Moses took off Aaron's robes, and put them on Eleazar, his son; and there on the top of the mountain death came to Aaron: then Moses and Eleazar came down from the mountain.જયારે પર્વતના શિખર પર પહોંચ્યા ત્યારે મૂસાએ હારુનના યાજક તરીકેના વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર પર હારુનનું મૃત્યુ થયું, પછી મૂસા અને એલઆઝાર પાછા ફર્યા.
29 And when the people saw that Aaron was dead, all the children of Israel gave themselves up to weeping for him for thirty days.સમગ્ર સમાંજને ખબર પડી કે હારુનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે બધા ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી તેને માંટે શોક પાળ્યો.
Gujarati Bible