Numbers 4 - BBE (Gujarati)

1 And the Lord said to Moses and Aaron,યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

2 Let the sons of Kohath, from among the sons of Levi, be numbered by their families, in the order of their fathers' houses;“લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે

3 All those from thirty to fifty years old who are able to do the work of the Tent of meeting.ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.

4 And this is to be the work of the sons of Kohath in connection with the most holy things.કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.

5 When all the people go forward, Aaron is to go in with his sons, and take down the veil of the curtain, covering the ark of witness with it;“જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો,

6 And putting over it the leather cover and over that a blue cloth; and putting its rods in place.ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

7 And on the table of the holy bread they are to put a blue cloth, and on it all the vessels, the spoons and the basins and the cups; and the holy bread with them;“પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.

8 And over them they are to put a red cloth, covering it with a leather cover, and putting its rods in their places.નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.

9 And they are to take a blue cloth, covering with it the light-support with its lights and its instruments and its trays and all the oil vessels which are used for it:“ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં.

10 All these they are to put in a leather cover, and put it on the frame.તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.

11 On the gold altar they are to put a blue cloth, covering it with a leather cover; and they are to put its rods in their places.“પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા.

12 All the vessels which are used in the holy place they are to put in a blue cloth, covering them with a leather cover, and put them on the frame.“પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.

13 And they are to take away the burned waste from the altar, and put a purple cloth on it;“ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.

14 Placing on the cloth all its vessels, the fire-baskets, the meat-hooks, the spades, and the basins; all the vessels of the altar; they are to put a leather cover over all these, and put its rods in their places.અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા.

15 And after the holy place and all its vessels have been covered up by Aaron and his sons, when the tents of the people go forward, the sons of Kohath are to come and take it up; but the holy things may not be touched by them for fear of death.“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.

16 And Eleazar, the son of Aaron the priest, is to be responsible for the oil for the light, and the sweet perfumes for burning, and the regular meal offering, and the holy oil; the House and the holy place and everything in it will be in his care.“યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”

17 And the Lord said to Moses and Aaron,પછી યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,

18 Do not let the family of the Kohathites be cut off from among the Levites;“તમાંરે કહાથના કુળસમૂહના કુટુંબોના લેવીઓમાંથી ઉચ્છેદ થવા દેવો નહિ.

19 But do this to them, so that life and not death may be theirs when they come near the most holy things; let Aaron and his sons go in and give to every one his work and that which he is to take up;પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું.

20 But they themselves are not to go in to see the holy place, even for a minute, for fear of death.તથા તે પવિત્ર વસ્તુઓ બંધાતી હોય ત્યારે કહાથના કુળસમૂહોએ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો નહિ, રખેને તેઓની નજર પવિત્ર વસ્તુઓ પર ત્યાં પડે અને તેઓ મૃત્યુ પામે.”

21 And the Lord said to Moses,યહોવાએ મૂસાને કહ્યું,

22 Let the sons of Gershon be numbered by families, in the order of their fathers' houses;“તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.

23 All those from thirty to fifty years old who are able to do the work of the Tent of meeting.પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી.

24 This is to be the work of the Gershonites, the things they are to do and take up.“ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે:

25 They are to take up the curtains of the House, and the Tent of meeting with its cover and the leather cover over it, and the hangings for the door of the Tent of meeting;તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.

26 And the hangings for the open space round the House and the altar, and the curtain for its doorway, with the cords and all the things used for them; whatever is necessary for these, they are to do.તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે.

27 From the mouth of Aaron and his sons the Gershonites will have word about all the things they are to do and take up; you are to give them their orders.આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.

28 This is the work of the family of the Gershonites in the Tent of meeting, and they will be under the direction of Ithamar, the son of Aaron the priest.ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”

29 The sons of Merari are to be numbered by families, in the order of their fathers' houses;“પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે.

30 Every one from thirty to fifty years old who is able to do the work of the Tent of meeting.પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે.

31 And this is their part in the work of the Tent of meeting: the transport of the boards and the rods of the Tent, with the pillars and their bases;તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,

32 And the pillars of the open space outside it, with their bases and their nails and cords and all the instruments used, and everything which has to be done there; all the instruments for which they are responsible are to be numbered by name.આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી.

33 This is the work which the sons of Merari are to do in connection with the Tent of meeting, under the direction of Ithamar, the son of Aaron the priest.પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”

34 So Moses and Aaron and the chiefs of the people took in hand the numbering of the sons of the Kohathites, by families, in the order of their fathers' houses;યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી.

35 Numbering all those from thirty to fifty years old who were able to do the work in the Tent of meeting;પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમર ના સર્વ પુરુષોની નોંધણી કરી.

36 And the number of all these was two thousand, seven hundred and fifty.તેઓની કુલ સંખ્યા 2,750 થઈ.

37 This is the number of those of the Kohathites who did the work in the Tent of meeting, as they were numbered by Moses and Aaron at the order of the Lord.યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.

38 And those of the sons of Gershon who were numbered by families,એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.

39 All those from thirty to fifty years old who were able to do the work in the Tent of meeting,પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી.

40 Who were numbered by families in the order of their fathers' houses, were two thousand, six hundred and thirty.તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.

41 This is the number of the sons of Gershon who did the work in the Tent of meeting, as they were numbered by Moses and Aaron at the order of the Lord.યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.

42 And those of the sons of Merari who were numbered by families, in the order of their fathers' houses,મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.

43 All those from thirty to fifty years old who did the work in the Tent of meeting,પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી.

44 Who were numbered by families, were three thousand, two hundred.તેઓની કુટુંબવાર નોંધણી અનુસાર કુલ સંખ્યા 3,200 થઈ.

45 This is the number of the sons of Merari, numbered by Moses and Aaron at the order of the Lord.યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.

46 And all the Levites who were numbered by Moses and Aaron and the chiefs of the people, by families, in the order of their fathers' houses,આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.

47 Those from thirty to fifty years old who were able to do the work of the Tent of meeting and of its transport,ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા

48 Came to eight thousand, five hundred and eighty.તેઓની કુલ સંખ્યા 8,580 થઈ.

49 At the order of the Lord they were numbered by Moses, every one in relation to his work and to his part in the transport; so they were numbered by Moses at the order of the Lord.યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.

Gujarati Bible