Numbers 4 - YLT (Gujarati)

1 And Jehovah speaketh unto Moses, and unto Aaron, saying,યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

2 `Take up the sum of the sons of Kohath from the midst of the sons of Levi, by their families, by the house of their fathers;“લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે

3 from a son of thirty years and upward, even till a son of fifty years, every one going in to the host, to do work in the tent of meeting.ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.

4 `This `is' the service of the sons of Kohath in the tent of meeting, the holy of holies:કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.

5 that Aaron and his sons have come in, in the journeying of the camp, and have taken down the vail of the hanging, and have covered with it the ark of the testimony;“જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો,

6 and have put on it a covering of badger skin, and have spread a garment completely of blue above, and have placed its staves.ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

7 `And on the table of the presence they spread a garment of blue, and have put on it the dishes, and the spoons, and the bowls, and the cups of the libation, and the bread of continuity is on it,“પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.

8 and they have spread over them a garment of scarlet, and have covered it with a covering of badger skin, and have placed its staves,નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.

9 and have taken a garment of blue, and have covered the candlestick of the lamp, and its lights, and its snuffers, and its snuff-dishes, and all its oil vessels wherewith they minister to it;“ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં.

10 and they have put it and all its vessels unto a covering of badger skin, and have put `it' on the bar.તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.

11 `And on the golden altar they spread a garment of blue, and have covered it with a covering of badger skin, and have placed its staves;“પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા.

12 and have taken all the vessels of ministry wherewith they minister in the sanctuary, and have put `them' unto a garment of blue, and have covered them with a covering of badger skin, and have put `them' on the bar,“પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.

13 and have removed the ashes of the altar, and have spread over it a garment of purple;“ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.

14 and have put on it all its vessels wherewith they minister about it, the censers, the hooks, and the shovels, and the bowls, all the vessels of the altar, and have spread on it a covering of badger skin, and have placed its staves:અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા.

15 `And Aaron hath finished -- his sons also -- covering the sanctuary, and all the vessels of the sanctuary, in the journeying of the camp, and afterwards do the sons of Kohath come in to bear `it', and they do not come unto the holy thing, that they have died; these `things are' the burden of the sons of Kohath in the tent of meeting.“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.

16 `And the oversight of Eleazar, son of Aaron the priest, `is' the oil of the lamp, and the spice-perfume, and the present of continuity, and the anointing oil, the oversight of all the tabernacle, and of all that `is' in it, in the sanctuary, and in its vessels.'“યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”

17 And Jehovah speaketh unto Moses and unto Aaron, saying,પછી યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,

18 `Ye do not cut off the tribe of the families of the Kohathite from the midst of the Levites;“તમાંરે કહાથના કુળસમૂહના કુટુંબોના લેવીઓમાંથી ઉચ્છેદ થવા દેવો નહિ.

19 but this do to them, and they have lived, and do not die in their drawing nigh the holy of holies: -- Aaron and his sons go in, and have set them, each man to his service, and unto his burden,પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું.

20 and they go not in to see when the holy thing is swallowed, that they have died.'તથા તે પવિત્ર વસ્તુઓ બંધાતી હોય ત્યારે કહાથના કુળસમૂહોએ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો નહિ, રખેને તેઓની નજર પવિત્ર વસ્તુઓ પર ત્યાં પડે અને તેઓ મૃત્યુ પામે.”

21 And Jehovah speaketh unto Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,

22 `Take up the sum of the sons of Gershon also by the house of their fathers, by their families;“તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.

23 from a son of thirty years and upward, till a son of fifty years thou dost number them, every one who is going in to serve the host, to do the service in the tent of meeting.પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી.

24 `This `is' the service of the families of the Gershonite, to serve -- and for burden,“ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે:

25 and they have borne the curtains of the tabernacle, and the tent of meeting, its covering, and the covering of the badger `skin' which `is' on it above, and the vail at the opening of the tent of meeting,તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.

26 and the hangings of the court, and the vail at the opening of the gate of the court which `is' by the tabernacle, and by the altar round about, and their cords, and all the vessels of their service, and all that is made for them -- and they have served.તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે.

27 `By the command of Aaron and his sons is all the service of the sons of the Gershonite in all their burden, and in all their service; and ye have laid a charge on them concerning the charge of all their burden.આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.

28 This `is' the service of the families of the sons of the Gershonite in the tent of meeting; and their charge `is' under the hand of Ithamar son of Aaron the priest.ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”

29 `The sons of Merari, by their families, by the house of their fathers, thou dost number them;“પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે.

30 from a son of thirty years and upward even unto a son of fifty years thou dost number them, every one who is going in to the host, to do the service of the tent of meeting.પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે.

31 `And this `is' the charge of their burden, of all their service in the tent of meeting; the boards of the tabernacle, and its bars, and its pillars, and its sockets,તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,

32 and the pillars of the court round about, and their sockets, and their pins, and their cords, of all their vessels, and of all their service; and by name ye do number the vessels of the charge of their burden.આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી.

33 `This `is' the service of the families of the sons of Merari, for all their service, in the tent of meeting, by the hand of Ithamar son of Aaron the priest.'પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”

34 And Moses numbereth -- Aaron also, and the princes of the company -- the sons of the Kohathite, by their families, and by the house of their fathers,યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી.

35 from a son of thirty years and upward even unto a son of fifty years, every one who is going in to the host, for service in the tent of meeting,પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમર ના સર્વ પુરુષોની નોંધણી કરી.

36 and their numbered ones, by their families, are two thousand seven hundred and fifty.તેઓની કુલ સંખ્યા 2,750 થઈ.

37 These `are' those numbered of the families of the Kohathite, every one who is serving in the tent of meeting, whom Moses and Aaron numbered, by the command of Jehovah, by the hand of Moses.યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.

38 And those numbered of the sons of Gershon, by their families, and by the house of their fathers,એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.

39 from a son of thirty years and upward even unto a son of fifty years, every one who is going in to the host, for service in the tent of meeting,પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી.

40 even their numbered ones, by their families, by the house of their fathers, are two thousand and six hundred and thirty.તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.

41 These `are' those numbered of the families of the sons of Gershon, every one who is serving in the tent of meeting, whom Moses and Aaron numbered by the command of Jehovah.યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.

42 And those numbered of the families of the sons of Merari, by their families, by the house of their fathers,મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.

43 from a son of thirty years and upward even unto a son of fifty years, every one who is going in to the host, for service in the tent of meeting,પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી.

44 even their numbered ones, by their families, are three thousand and two hundred.તેઓની કુટુંબવાર નોંધણી અનુસાર કુલ સંખ્યા 3,200 થઈ.

45 These `are' those numbered of the families of the sons of Merari, whom Moses and Aaron numbered, by the command of Jehovah, by the hand of Moses.યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.

46 All those numbered, whom Moses numbered -- Aaron also, and the princes of Israel -- of the Levites, by their families, and by the house of their fathers,આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.

47 from a son of thirty years and upward even unto a son of fifty years, every one who is going in to do the work of the service, even the service of burden in the tent of meeting,ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા

48 even their numbered ones are eight thousand and five hundred and eighty;તેઓની કુલ સંખ્યા 8,580 થઈ.

49 by the command of Jehovah hath `one' numbered them, by the hand of Moses, each man by his service, and by his burden, with his numbered ones, as Jehovah hath commanded Moses.યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.

Gujarati Bible