Psalm 143 - BBE (Gujarati)

1 <A Psalm. Of David.> Let my prayer come to you, O Lord; give ear to my requests for your grace; keep faith with me, and give me an answer in your righteousness;હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.

2 Let not your servant come before you to be judged; for no man living is upright in your eyes.હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.

3 The evil man has gone after my soul; my life is crushed down to the earth: he has put me in the dark, like those who have long been dead.મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.

4 Because of this my spirit is overcome; and my heart is full of fear.કરણ સ્તબ્ધ થઇ ગયું છે.

5 I keep in mind the early days of the past, giving thought to all your acts, even to the work of your hands.હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.

6 My hands are stretched out to you: my soul is turned to you, like a land in need of water. (Selah.)હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

7 Be quick in answering me, O Lord, for the strength of my spirit is gone: let me see your face, so that I may not be like those who go down into the underworld.હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.

8 Let the story of your mercy come to me in the morning, for my hope is in you: give me knowledge of the way in which I am to go; for my soul is lifted up to you.મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

9 O Lord, take me out of the hands of my haters; my soul is waiting for you.મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.

10 Give me teaching so that I may do your pleasure; for you are my God: let your good Spirit be my guide into the land of righteousness.મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.

11 Give me life, O Lord, because of your name; in your righteousness take my soul out of trouble.હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.

12 And in your mercy put an end to my haters, and send destruction on all those who are against my soul; for I am your servant.મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.

Gujarati Bible