Psalm 143 - DBY (Gujarati)
1 {A Psalm of David.} Jehovah, hear my prayer; give ear to my supplications: in thy faithfulness answer me, in thy righteousness.હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 And enter not into judgment with thy servant; for in thy sight no man living shall be justified.હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
3 For the enemy persecuteth my soul: he hath crushed my life down to the earth; he hath made me to dwell in dark places, as those that have been long dead.મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 And my spirit is overwhelmed within me; my heart within me is desolate.કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 I remember the days of old: I meditate on all thy doing; I muse on the work of thy hands.હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
6 I stretch forth my hands unto thee: my soul, as a parched land, [thirsteth] after thee. Selah.હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 Answer me speedily, O Jehovah; my spirit faileth: hide not thy face from me, or I shall be like unto them that go down into the pit.હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.
8 Cause me to hear thy loving-kindness in the morning, for in thee do I confide; make me to know the way wherein I should walk, for unto thee do I lift up my soul.મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 Deliver me, O Jehovah, from mine enemies: unto thee do I flee for refuge.મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 Teach me to do thy will; for thou art my God: let thy good Spirit lead me in a plain country.મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.
11 Revive me, O Jehovah, for thy name's sake; in thy righteousness bring my soul out of trouble;હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 And in thy loving-kindness cut off mine enemies, and destroy all them that oppress my soul: for I am thy servant.મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.
Gujarati Bible