Psalm 143 - YLT (Gujarati)
1 A Psalm of David. O Jehovah, hear my prayer, Give ear unto my supplications, In Thy faithfulness answer me -- in Thy righteousness.હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 And enter not into judgment with Thy servant, For no one living is justified before Thee.હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
3 For an enemy hath pursued my soul, He hath bruised to the earth my life, He hath caused me to dwell in dark places, As the dead of old.મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 And my spirit in me is become feeble, Within me is my heart become desolate.કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 I have remembered days of old, I have meditated on all Thine acts, On the work of Thy hand I muse.હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
6 I have spread forth my hands unto Thee, My soul `is' as a weary land for Thee. Selah.હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 Haste, answer me, O Jehovah, My spirit hath been consumed, Hide not Thou Thy face from me, Or I have been compared with those going down `to' the pit.હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.
8 Cause me to hear in the morning Thy kindness, For in Thee I have trusted, Cause me to know the way that I go, For unto Thee I have lifted up my soul.મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 Deliver me from mine enemies, O Jehovah, Near Thee I am covered.મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 Teach me to do Thy good pleasure, For Thou `art' my God -- Thy Spirit `is' good, Lead me into a land of uprightness.મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.
11 For Thy name's sake O Jehovah, Thou dost quicken me, In Thy righteousness, Thou bringest out from distress my soul,હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 And in Thy kindness cuttest off mine enemies, And hast destroyed all the adversaries of my soul, For I `am' Thy servant!મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.
Gujarati Bible