Psalm 53 - BBE (Gujarati)

1 <To the chief music-maker; put to Mahalath. Maschil. Of David.> The foolish man has said in his heart, God will not do anything. They are unclean, they have done evil works; there is not one who does good.માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે. તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.

2 God was looking down from heaven on the children of men, to see if there were any who had wisdom, searching after God.દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય; ને મનથી દેવની શોધ કરતી હોય.

3 Every one of them has gone back; they are unclean: there is not one who does good, no, not one.તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે, અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે; કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી. ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

4 Have the workers of evil no knowledge? they take my people for food, as they would take bread; they make no prayer to God.દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા? મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે. તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

5 They were in great fear, where there was no cause for fear: for the bones of those who make war on you have been broken by God; you have put them to shame, because God has no desire for them.જોકે કશું ડરવા જેવું નહિ હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે. દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

6 May the salvation of Israel come out of Zion! When the fate of his people is changed by God, Jacob will have joy, and Israel will be glad.સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે! યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે અને તેમને પાછા તેમના વતનમાં લાવશે, અને પછી યાકૂબ ખુશ થશે, તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

Gujarati Bible