Psalm 94 - ASV (Gujarati)
1 O Jehovah, thou God to whom vengeance belongeth, Thou God to whom vengeance belongeth, shine forth.હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 Lift up thyself, thou judge of the earth: Render to the proud `their' desert.હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 Jehovah, how long shall the wicked, How long shall the wicked triumph?હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?
4 They prate, they speak arrogantly: All the workers of iniquity boast themselves.તેઓ અભિમાન યુકત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 They break in pieces thy people, O Jehovah, And afflict thy heritage.હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 They slay the widow and the sojourner, And murder the fatherless.તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે; અનાથની હત્યા કરે છે.
7 And they say, Jehovah will not see, Neither will the God of Jacob consider.તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 Consider, ye brutish among the people; And ye fools, when will ye be wise?હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?
9 He that planted the ear, shall he not hear? He that formed the eye, shall he not see?જે કાનનો ઘડનાર છે, તે નહિ સાંભળે? આંખનો રચનાર જે છે તે શું નહિ જુએ?
10 He that chastiseth the nations, shall not he correct, `Even' he that teacheth man knowledge?જે રાષ્ટોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 Jehovah knoweth the thoughts of man, That they are vanity.યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 Blessed is the man whom thou chastenest, O Jehovah, And teachest out of thy law;હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.
13 That thou mayest give him rest from the days of adversity, Until the pit be digged for the wicked.તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા, દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 For Jehovah will not cast off his people, Neither will he forsake his inheritance.યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 For judgment shall return unto righteousness; And all the upright in heart shall follow it.કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 Who will rise up for me against the evil-doers? Who will stand up for me against the workers of iniquity?મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 Unless Jehovah had been my help, My soul had soon dwelt in silence.યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 When I said, My foot slippeth; Thy lovingkindness, O Jehovah, held me up.જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 In the multitude of my thoughts within me Thy comforts delight my soul.હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 Shall the throne of wickedness have fellowship with thee, Which frameth mischief by statute?હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 They gather themselves together against the soul of the righteous, And condemn the innocent blood.તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિદોર્ષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 But Jehovah hath been my high tower, And my God the rock of my refuge.પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું.
23 And he hath brought upon them their own iniquity, And will cut them off in their own wickedness; Jehovah our God will cut them off.દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
Gujarati Bible