Psalm 94 - WEB (Gujarati)

1 Yahweh, you God to whom vengeance belongs, You God to whom vengeance belongs, shine forth.હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!

2 Rise up, you judge of the earth. Pay back the proud what they deserve.હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.

3 Yahweh, how long will the wicked, How long will the wicked triumph?હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?

4 They pour out arrogant words. All the evil-doers boast.તેઓ અભિમાન યુકત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.

5 They break your people in pieces, Yahweh, And afflict your heritage.હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.

6 They kill the widow and the alien, And murder the fatherless.તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે; અનાથની હત્યા કરે છે.

7 They say, "Yah will not see, Neither will Jacob's God consider."તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

8 Consider, you senseless among the people; You fools, when will you be wise?હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?

9 He who implanted the ear, won't he hear? He who formed the eye, won't he see?જે કાનનો ઘડનાર છે, તે નહિ સાંભળે? આંખનો રચનાર જે છે તે શું નહિ જુએ?

10 He who disciplines the nations, won't he punish? He who teaches man knows.જે રાષ્ટોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.

11 Yahweh knows the thoughts of man, That they are futile.યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 Blessed is the man whom you discipline, Yah, And teach out of your law;હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.

13 That you may give him rest from the days of adversity, Until the pit is dug for the wicked.તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા, દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.

14 For Yahweh won't reject his people, Neither will he forsake his inheritance.યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

15 For judgment will return to righteousness. All the upright in heart shall follow it.કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 Who will rise up for me against the wicked? Who will stand up for me against the evil-doers?મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?

17 Unless Yahweh had been my help, My soul would have soon lived in silence.યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.

18 When I said, "My foot is slipping!" Your loving kindness, Yahweh, held me up.જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.

19 In the multitude of my thoughts within me, Your comforts delight my soul.હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 Shall the throne of wickedness have fellowship with you, Which brings about mischief by statute?હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.

21 They gather themselves together against the soul of the righteous, And condemn the innocent blood.તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિદોર્ષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.

22 But Yahweh has been my high tower, My God, the rock of my refuge.પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું.

23 He has brought on them their own iniquity, And will cut them off in their own wickedness. Yahweh, our God, will cut them off.દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

Gujarati Bible