Genesis 41:25-52 in Gujarati

Genesis 41:25
ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.”

Genesis 41:26
સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે.

Genesis 41:27
તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે.

Genesis 41:28
દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે.

Genesis 41:29
જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે.

Genesis 41:30
અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે;

Genesis 41:31
અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.

Genesis 41:32
“અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે.

Genesis 41:33
તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.

Genesis 41:34
દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ.

Genesis 41:35
અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ.

Genesis 41:36
અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”

Genesis 41:37
આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.

Genesis 41:38
“આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”

Genesis 41:39
તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે.

Genesis 41:40
માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.”

Genesis 41:41
વળી તેણે યૂસફને કહ્યું, “જો મેં તને આખા મિસરનો વહીવટ સોંપ્યો છે.”

Genesis 41:42
આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.

Genesis 41:43
પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: ‘વંદન હો’ એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.

Genesis 41:44
અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વતીર્શ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.”

Genesis 41:45
પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.

Genesis 41:46
જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો.

Genesis 41:47
અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો.

Genesis 41:48
સમગ્ર મિસર દેશમાં એ સાત વર્ષ દરમ્યાન જે અનાજનું ઉત્પાદન થયું તે તેણે એકઠું કર્યુ. ને તે અનાજ દરેક નગરમાં આજુબાજુના ખેતરોમાં ભરી રાખ્યું.

Genesis 41:49
યૂસફે સમુદ્રની રેતી જેટલું ખૂબ ખૂબ અનાજ ભેગુ કર્યુ. તે એટલે સુધી કે, તેનો હિસાબ રાખવાનું પણ છોડી દેવું પડયું. કારણ કે તે બેશુમાંર હતું.

Genesis 41:50
દુકાળનાં વષોર્ આવતાં પહેલાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથથી યૂસફને બે પુત્રો થયા.

Genesis 41:51
દેવે મને માંરી બધી વિપત્તિઓ અને પિતાનું ઘર ભૂલાવી દીધાં છે.” એમ કહીને યૂસફે મોટા પુત્રનું નામ મનાશ્શા પાડયું.

Genesis 41:52
તેણે તેના બીજા પુત્રનું નામ એફ્રાઇમ પાડ્યું. તેણે કહ્યું, “દેવે મને વષોર્ના દુ:ખો પછી આ ભૂમિમાં બાળકો આપીને સફળ બનાવ્યો છે.”

Gujarati Bible