Deuteronomy 19:15-20 in Gujarati
Deuteronomy 19:15
“કોઈ એક જ વ્યકિતની સાક્ષીને આધારે કોઈને દોષિત ન ઠરાવી શકાય. ગુનેગાર સાબિત કરવા માંટે બે કે ત્રણ સાક્ષીઓની જુબાની આવશ્યક છે.
Deuteronomy 19:16
“જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં,
Deuteronomy 19:17
તો એ બંને પક્ષકારોને યહોવાના મંદિરમાં યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ન્યાય માંટે ઊભા કરવા.
Deuteronomy 19:18
ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય,
Deuteronomy 19:19
તો એણે જે શિક્ષા સામી વ્યકિતને કરવા ધારી હતી તે શિક્ષા તેને કરવામાં આવે, આ રીતે તમાંરે એ અનિષ્ટનું કાસળ કાઢી નાખવું.
Deuteronomy 19:20
એટલે બાકીના જેમ જેમ આ જાણશે તેમ તેમ ગભરાઇને ચાલશે; અને ભવિષ્યમાં તમાંરા લોકોમાં કોઈ આવું અધમ કાર્ય કરીને ખોટી સાક્ષી આપતા બીશે.
Gujarati Bible