Deuteronomy 30:11-19 in Gujarati

Deuteronomy 30:11
“હું આજે તમને જે આજ્ઞાઓ જણાવું છું તે તમાંરી શકિત બહારની નથી, તેમ તમાંરાથી છેક દૂરની પણ નથી.

Deuteronomy 30:12
આ નિયમો આકાશમાં ઉંચે નથી કે તમે કહો કે, ‘કોણ એટલું ઉપર જશે અને આપણા માંટે તે લાવશે, કે જેથી આપણે તે સાંભળી તેનું પાલન કરીએ.’

Deuteronomy 30:13
તેમ એ દરિયાપાર પણ નથી કે તમને એવું થાય કે, ‘દરિયાપાર જઈને કોણ અમાંરે માંટે એ લઈ આવે? અને અમને જણાવે, જેથી અમે તેનું પાલન કરી શકીએ?’

Deuteronomy 30:14
પરંતુ તે તો છેક તમાંરી નજીક છે, તમાંરે હોઠે અને હૈયે છે, તેથી તમે તેમને આધિન થાઓ.

Deuteronomy 30:15
“જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું.

Deuteronomy 30:16
આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો.

Deuteronomy 30:17
પરંતુ જો તમાંરા હૃદય યહોવાથી વિમુખ થઈ જાય અને તમે તેની અવજ્ઞા કરો અને તેનું ન સાંભળો, અને અન્ય દેવોની તમે સેવા પૂજા કરવા માંટે દોરવાઈ જાઓ,

Deuteronomy 30:18
તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”

Deuteronomy 30:19
“આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો.

Gujarati Bible