Genesis 47:13-26 in Gujarati

Genesis 47:13
આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

Genesis 47:14
મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું.

Genesis 47:15
પછી મિસર અને કનાન દેશમાં નાણું ખૂટયું. બધા મિસરવાસીઓ યૂસફ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમને અનાજ આપો. આપની રૂબરૂમાં અમાંરે શા માંટે મરી જવું? હવે અમાંરી પાસે નાણું તો રહ્યું નથી.”

Genesis 47:16
એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.”

Genesis 47:17
તેથી તેઓ પોતાનાં ઢોર લઈને યૂસફ પાસે આવ્યા; અને યૂસફે ઘોડા, ઘેટાં-બકરાં, ર્ઢાર તથા ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તેઓનાં બધાં ઢોરઢાંખરના બદલામાં તે વષેર્ અનાજ પૂરું પાડીને તેઓનું ગુજરાન ચલાવ્યું.

Genesis 47:18
તે વર્ષ પૂર્ણ થયા બાદ બીજે વષેર્ તેઓએ આવીને તેને કહ્યું, “માંલિકથી એ વાત છાની રાખી શકાય તેમ નથી કે, નાણું ખૂટી ગયું છે. અને અમાંરાં ઢોર પણ માંલિકના કબજામાં ચાલ્યાં ગયાં છે; હવે તો અમાંરી પાસે માંત્ર અમાંરી જાત તથા જમીન સિવાય કાંઈ જ બાકી રહ્યું નથી;

Genesis 47:19
તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”

Genesis 47:20
અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.

Genesis 47:21
આમ દેશની જમીન ફારુનની માંલિકીમાં આવી ગઈ અને તેણે દેશના એક સીમાંડાથી બીજા છેડા સુધીના લોકોને શહેરોમાં મોકલ્યા અને તેમને ફારુનના ગુલામ બનાવી દીધા.

Genesis 47:22
ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ

Genesis 47:23
પછી યૂસફે લોકોને જણાવ્યું, “જુઓ, આજે મેં ફારુન વતી તમને અને તમાંરી જમીનને વેચાતાં લીધાં છે. લો, આ રહ્યાં બી. તમે જમીનમાં વાવો.

Genesis 47:24
અને પાક ઊતરવાનો સમય આવે ત્યારે પાકનો પાંચમો ભાગ તમાંરે ફારુનને આપવો, અને ચાર ભાગ તમાંરી પાસ બિયારણ તરીકે અને તમાંરા, પરિવારના અને સંતાનોનાં માંટે ખોરાક તરીકે વાપરવો.”

Genesis 47:25
તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.”

Genesis 47:26
પછી યૂસફે મિસર દેશમાં એવો કાયદો કર્યો કે, તમાંમ જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે. એ કાયદો હજી આજે પણ ચાલે છે; માંત્ર યાજકોની જમીન ફારુનનાં કબજામાં આવી નહિ.

Gujarati Bible